પહેલો લાભ એ કે રોજ ટેસડો પડી જાય. વાચવામાં, બોલવામાં કે વિચારવામાં જે આનંદ છે એનાથી અનેકગણો આનંદ લખવામાં છે. બીજો લાભ એ કે જે લખી શકે છે એ વધુ સારું વિચારી શકે છે. હા, સારું વિચારી શકાય એટલે સારું જીવી પણ શકાય એની કોઈ ગૅરન્ટી નહીં. એના માટે બીજી ઘણી કળા આત્મસાત્ કરવી પડે. ઍ વિષય અલગ છે એટલે એની ચર્ચા ફરી ક્યારેક. લેખનનો ત્રીજો લાભ એ છે કે આજના જમાનામાં લેખકો પણ સારું કમાઈ શકે છે! સારું લખતા અને એનાથી વધુ મહત્ત્વનુ એટલે, સારી રીતે પોતાનું લખેલું વેચતા આવડે તો. લેખનકળાના આમ તો બીજા ઘણા લાભ અહીં લખી શકાય એમ છે પણ ચોથા એક લાભની વાત કરી, ‘બ્લૉગીકૅટ’ (ઍટિકૅટની જેમ) પાળીને હાલપૂરતું અટકી જઈએ. ચોથો લાભ એ છે કે લેખનકળા થકી આંતરિક રીતે વધુ સારા માણસ બનય છે. એ વાત લેખક સિવાય કોઈને સમજાય કે ન સમજાય પણ લેખકને એ સારપનો કોઈક રીતે ચોક્કસ લાભ થાય છે એ નક્કી. એટલે જ તો, લિખતે રહો.
શોખ કાજે, લેખનના વ્યવસાયમાં ઝંપલાવવાના થતા અભરખાને લીધે કે સાવ કશાયે કારણ વિના લખવની ઈચ્છા થતી હોય છતાં લખાતું નથી એવું થાય છે?
વાંધો નહીં, યથાશક્તિ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની આ લખનારની તૈયારી છે. તમારી દ્વિધા લખી મોકલો, સાવ એટલે સાવ એટલે સાવ ઓછા શબ્દોમાં… એનો બને તેટલો ઝડપી જવાબ આપવાની મારી બાંહેધારી છે. જય શ્રીકૄષ્ણ.

Comments
સંજય ભાઈ અમદાવાદમાંતો હું કદાચ સારો નાટ્ય લેખક કહેવાઉં છુ પણ મારો ગોલ મુંબઈની રંગભૂમિ પર પણ સારું કામ કરવાની છે કઈ સારી ટીપ આપો…..
lekhankalana aatlabadha labho vanchine aajthij mari rojnishi lakhvanu sharu kari didhu. khub khub aabhar
sanjaybhai!…………
thank you jagdishbhai, hope your experience will be rocking… and do keep reading…
lakhavathi thata labhoma vicharona vntolne ek saro anjam male chhe.
the one who writes know how good it to write…
લેખનકળાના આટ આટલા લાભ બતાવેલ છે છતાં નો કોમેન્ટ? કે પછી લખનારા, વીચારનારાઓ હજી દ્વીધામાં છે? કોઈકે તો પહેલ કરવી જ પડશે. સંજયભાઈ ઉપરની કળા વાંચી લખેલ છે.
thank you very much for your comment… and keep reading my works and leaving your marks always!!