સુવિચાર – ભાગ ચાર
બૂમો પાડતી સ્ત્રી, બહુ બોલતો પુરુષ, શાંત રહેતું બાળક, કચકચ કરનાર વૄદ્ધ, દલીલ કરનાર મિત્ર, પ્રેમ નહીં કરનાર પાડોશી… આ બધાએ બદલાવાની જરૂર હોય છે.
- શર્મિલ
સરેરાશ શિક્ષક માત્ર જણાવે છે, સારો શિક્ષક સમજાવે છે, ઉચ્ચ કક્ષાનો શિક્ષક છણાવટ પર કરે છે પણ શ્રેષ્ઠ શિક્ષક પ્રેરિત કરે છે.
- વિલિયમ આર્થર વૉર્ડ
કોઈકને શીખવવું એટલે પોતે બબ્બે વખત ભણવું.
- જૉસેફ જ્યૉબર્ટ
દર્દ એટલે શરીરમાંથી બહાર જતી નબળાઈઓ.
- અજ્ઞાત
દુનિયા આખી ગોળ છે અને જે સ્થળ અંત લાગતો હોય એ બની શકે છે કે માત્ર એક શરૂઆત હોય.
- ઈવી બાકર
શૉ બિઝનેસ એ વાસ્તવમાં નેવું ટકા નસીબ છે અને દસ ટકા એ ક્ષમતા કે જેનાથી, નસીબજોગે તક મળે એને સાચવતા (હૅન્ડલ કરતા) આવડે.
- ટૉમી સ્ટીલ
દુકાન ત્યાં સુધી નહીં ખોલતા જ્યાં સુધી તમને સ્મિત વેરવું ગમે નહીં.
- ચીની કહેવત
અકાર્યક્ષમતાને માપવી એ કાર્યક્ષમતાને માપવાથી બધુ અઘરું છે.
- હૅરોલ્ડ એસ. જેનીન
જે માણસ માણસ પર વિશ્વાસ રાખે છે એ માણસ, માણસ પર અવિશ્વાસ રાખનારા કરતાં ઓછી ભૂલો કરશે.
- કૅમિલો
એ માણસનો ક્યારેય વિશ્વાસ નહીં કરતા જે તમને એની બધી તકલીફો જણાવે અને ક્યારેય એની ખુશીઓની વાત ના કરે.
- યહુદી કહેવત
જે સ્ત્રી એની સાચી ઉંમર જણાવે એનો કોઈએ વિશ્વાસ નહીં કરવો જોઈએ. જો એ સાચી ઉંમર કહી શકે છે, તો એ બીજું કશું પણ કહી દેશે!
- ઑસ્કાર વાઈલ્ડ
અમારી ફૅક્ટરીમાં અમે લિપસ્ટિકનું ઉત્પાદન કરીએ છીએ. અમારી જાહેરખબરોમાં અમે આશાઓ વેચીએ છીએ.
- ચાર્લ્સ રૅવસન
આપણે બદલાવાની જરૂર છે જેથી આપણ કાયમ એકસરખા રહી શકીએ.
- ડૉરોથી સૅરીટી
