“દરેક દલીલની પાછળ કોઈકનું અજ્ઞાન હોય છે.”
- લુઈસ બ્રૅન્ડિસ
“બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં બે વખત સાચો સમય બતાવે છે.”
- અજ્ઞાત
“સૌથી ખરાબ લાગતા માણસો ઘણીવાર સૌથી શ્રેષ્ઠ સલાહ આપતા હોય છે.”
- ફિલિપ જૅમ્સ બૅલી
“ખુશીનું રહસ્ય અપેક્ષા વિના જ માણવામાં છે.”
- ફ્રાન્સીસ બ્રૅડલી
“ક્યાંક થતો અન્યાય એ ગમે ત્યાં થતા ન્યાય માટે ખતરો છે.”
- માર્ટિન લ્યુથર કિંગ
“નિષ્ફળતા એ તો માત્ર એક નવી શરૂઆત કરવાની તક છે, આ વખતે જરા વધુ ડહાપણભરી રીતે.”
- અજ્ઞાત
“એકમાત્ર કામ એવું છે જેમાં તમે ટોચથી શરૂઆત કરો છો, અને એ છે ખાડો ખોદવાનું
- અજ્ઞાત
“આપણને ખરેખર શાંતિ જોઈતી હોય તો (એને પામવા માટે) બાળકોથી શરૂઆત કરવી જોઈએ.”
- ગાંધીજી
“ઍવોર્ડ નકારવો એ તો એને સામાન્ય કરતાં વધુ શોરબકોર સાથે સ્વીકારવાની એક રીત છે.”
- પીટર યુત્સીનૉવ
“તમે માત્ર એ છો જે તમને કોઈ જોતું નથી ત્યારે તમે છો.”
- રૉબર્ટ સી. ઍડવર્ડસ
“પૄથ્વી પર માત્ર ભિક્ષુક જ એવો માણસ છે જેણે કોઈને મળતા પહેલાં પોતાના દેખાવનો અભ્યાસ
કરવાનો હોતો નથી.”
- ચાર્લ્સ લૅમ્બ

Comments
so nice ….!
great work
very good quotations!!