Sanjay V Shah's Blog

ખેલો પત્યો, બાજી મળે?

Posted by: egujarati on: તારીખ મહિનો, વર્ષ

કાલે સવાર નહીં પડે…..

આ રાત ચાલતી રહે?

કેવી તો લાગણી હતી

એ લાગણી મરી જશે?

હું જિંદગી જીવ્યો નથી…

ને જિંદગી પતી જશે?

કોને ખબર કેવી હતી

ઈચ્છાઓ ચાલતી થશે?

હું રોજ છું હું મોજ છું

ને મોજ મુશ્કેલી હશે?

દીકરો મને ચાહે બહુ

પીડા એ બાપની હશે?

મારેય એક બાપ છે

એ દીકરો નહીં કળે?

અઢળક છે વાત ગાજતી

એકેય લો ગમતી નથી

ને તે છતાં બોલ્યા કરું

મારા જ શબ્દ હું નથી?

હાશ લ્યો આ શ્વાસનો

ખેલો પત્યો, બાજી મળે?

- સંજય વિ. શાહ ‘શર્મિલ’

Leave a Reply

સંજય વિ. શાહ


મુંબઈ નિવાસી નાટ્યલેખક, ટીવી સિરિયલ લેખક, કવિ, પત્રકાર અને વિચારકના આપ સૌને વિનમ્ર નમસ્કાર!

કૅલેન્ડર

May 2009
M T W T F S S
« Apr   Jun »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મારું ટ્વિટર

આંકડા મુલકાતીના

  • 5,211 વાચન