Category Archives: My Ghazals * મારી ગઝલો

Read ghazals written by me… hope you would love them…

મેં લખેલી ગઝલો અહીં પ્રસ્તુત છે. વાચો, માણો, સૌને જણાવજો…

પ્રેમની સૌથી વરવી શિક્ષા

પ્રેમની સૌથી વરવી શિક્ષા કહો જોઈએ કંઈ? તૂટે તો પણ હ્રદય સનમને ભૂલે કોઈ દી’ નઈ! એક ચહેરાને ચાહી ચાહી આંખો છીપલું થાય તોય જીવનભર ખરા પ્રેમનું મળતું મોતી નઈ કાચી-કૂમળી ઉંમરમાં લાગે પાકો પહેલો પ્રેમ સમજણ-સુધબુધ, જ્ઞાનનું સામે નહીં આવતું કંઈ રમતવાત છે ઈશ્વર માટે માણસ સાથે રમવું બધું હાથમાં લખી નાખતો ઉકલાવે ના કંઈ [...]

આપણે સૌને ગમીએ!

ચાલ ફૂલોની ખુશ્બુ થઈને હવાને ખોળે રમીએ, કોઈ આપણને ચાહે ના છો આપણે સૌને ગમીએ! તૂટ્યાફૂટ્યા શબ્દો લાવી ઝાંખી પાંખી વાતો, તોય કરીને ગમતું એનું ગીત અહીં ગણગણીએ! દુનિયા પથ્થર બીજ આપણે બહુ લાંબી છે વાટ, કૂંપળ થાવું ધરમ આપણો પથ્થર ફોડી દઈએ! દુનિયા થઈ છે રૂદન ભુવન જો સુખની પાછળ દોડી, આપણને દુ:ખ સાચાં એનો હરખ [...]

તમે મને પોકારો છો જ્યાં…

તમે મને પોકારો છો જ્યાં જરા અમસ્તું લાગે છે એ જ ઘડીએ જીવન મારું નીંદરમાંથી જાગે છે! સપનું તો આ સપનું છે પણ સાચાથી પણ સાચું છે રોજ હવે આ સપનું આવે હ્રદય એટલું માગે છે! કદાચ ખુલ્લી આંખે આજે સાચું એ પડવાનું છે નીંદરમાં ઝબકોળી છે તોય આંખો કેવી જાગે છે! ટિકટિક, કલરવ, સુસવાટો [...]

વાતવાતમાં કેમ ભરાતાં…

વાતવાતમાં કેમ ભરાતાં અશ્રુ આમ નયનમાં? વહ્યું નથી કે વહેવાનું નહીં દુ:ખ ક્યારેય રૂદનમાં! સૌને દુ:ખ છે તેમ છતાં સૌ કોઈ તો નથી રડતા, હસીને સહેશો? રડી રડીને? ખૂબી છૂપી ચયનમાં! બધી વ્યથાઓ ભૂલી જઈને ચહેરો હસતો રાખો, કે ના બગડે દશા કોઈની જોઈ તમારા વદનમાં! રહે નહીં જો દુ:ખ સખણું થઈ હ્રદયમાં ટૂંટિયું વાળી, [...]

Follow

Get every new post delivered to your Inbox.