સુવિચાર

વિશ્વના અસંખ્ય વિચારકો, બૌધિકો, મહાપુરુષો… કોને ખબર કોના કોના પ્રભાવશાળી વિચાર હું વરસોથી વાચતો રહ્યો છું. એમાંના અનેક મનગમતા સુવિચારને મેં મારી મુંબઈ સમાચારની અત્યંત લોકપ્રિય કટાર રણકારમાં મારા લેખના આધારસ્તંભ પણ અવારનવાર બનાવ્યા છે. બેશક, જે-તે વ્યક્તિને એના સુવિચાર માટે ટાંકીને જ. બ્લૉગિંગ કરતાં કરતાં અને હિન્દી, મરાઠી વગેરે ભાષાનાં પાનાં ઈન્ટરનેટ પર વાચતાં વાચતાં મને સહજ વિચાર આવ્યો કે વિશ્વવિખ્યાત, બેહદ સ્પર્શનારા સુવિચારને હું શા માટે ગુજરાતીમાં ભાષાંતરિત કરીને સૌની સમક્ષ ના મૂકું?

મારા એ ‘સુવિચાર’નું ફળ છે સુવિચારનું આ પાનું. જ્યારે, જેટલો સમય મળશે ત્યારે આ પાના પર ઉત્કૄષ્ટ સુવિચારો મૂકતો રહીશ. એને વાચીને મમળાવવાની, માણવાની, જીવનમાં ઉતારવાની આપને પણ મોજ પડશે. સુવિચાર માણ્યા પછી જો પ્રોત્સાહન અને આનંદ આપનારા પ્રતિભાવની એકાદ-બે લીટી અહીં લખી જશો તો મને પણ મોજ પડશે આ સફર માણવાની. આભાર.

તમે તમારો ભૂતકાળ બદલી શકતા નથી, પણ તમારો વર્તમાનકાળ બેશક રોળી શકો છો, ભવિષ્યની ચિંતાઓ કર્યે રાખીને.
– અનામ

Advertisements

ટિપ્પણીઓ

 • TANNU M SATAPARA  On તારીખ મહિનો, વર્ષ at 9:28 એ એમ (am)

  v v v good think

 • gaurav  On તારીખ મહિનો, વર્ષ at 10:48 પી એમ(pm)

  khubaj saras sentense lakhya 6e

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 11:27 પી એમ(pm)

   thanks for reading and leaving your comments!

 • heena  On તારીખ મહિનો, વર્ષ at 11:29 એ એમ (am)

  SUPERB SUVICHAR

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 5:23 પી એમ(pm)

   thank you very much… heena or hiral?? Wish you all the very best and great new year!!

 • Pallavi Mehta  On તારીખ મહિનો, વર્ષ at 2:15 પી એમ(pm)

  Jai Shri Krishna….

  જીવનના સાત પગલા

  1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.

  (2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે
  તરિયો છે.

  (3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની
  અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.

  (4) યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.

  (5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.

  (6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.

  (7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
  પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.

  સાત પગલા પૂરા થશે…..

  • egujarati  On તારીખ મહિનો, વર્ષ at 2:41 એ એમ (am)

   kem chho!! I liked all your thoughts!! DO keep posting more of that in comments!!

 • Pallavi Mehta  On તારીખ મહિનો, વર્ષ at 2:12 પી એમ(pm)

  એક સંત અત્યંત વિદ્વાન અને અતિસ્નેહી હતા. એક દિવસ તેઓ પોતાના શિષ્યો સાથે ફરવા નીકળ્યા હતા. રસ્તામાં તેમનો એક શિષ્ય પથ્થરથી ઠોકર ખાઈને પડી ગયો. સંતે તેને તત્કાળ ટેકો આપી ઊભો કર્યો. શિષ્યને પેલા પથ્થર પર ખૂબ ક્રોધ આવ્યો, તેણે પથ્થરને જોરદાર લાત મારી, પણ તેનાથી તો તેને વધુ વાગ્યું.

  સંતે તેને સમજાવ્યું, તે પથ્થરને માર્યું, પથ્થરે તો તને કશું નથી કર્યું. તું જો જોઈને ચાલ્યો હોત તો તને ઠેસ ન વાગત. તારે તો ખરેખર રસ્તામાંના પથ્થરને ત્યાંથી હટાવી બાજુમાં મૂકી દેવો જોઈએ, જેથી બીજા કોઈને એની ઠેસ ન વાગે. શિષ્યે ગુરુજીની માફી માગી અને પથ્થરને રસ્તાના કિનારે મૂકી દીધો. આગળ વધતાં એક બગીચો દેખાયો.

  ફૂલોની સુગંધથી બધા આકર્ષિત થઈને તેમાં જઈને બેઠા. સંતે ગુલાબના એક છોડ નીચેથી માટીનું એક ઢેફું ઉઠાવીને શિષ્યને સૂંઘવા કહ્યું. શિષ્યે કહ્યું, ગુરુજી, આમાંથી તો ગુલાબનાં ફૂલની સુગંધ આવી રહી છે. સંતે કહ્યું, માટીની પોતાની કોઈ સુગંધ નથી હોતી, તે જેના સંપર્કમાં આવે છે, તેવી સુગંધ અપનાવી લે છે.
  તે દુર્ગંધના સંપર્કમાં આવે છે તો પોતે પણ દુર્ગંધયુકત બની જાય છે અને સુગંધી પદાર્થના સંપર્કમાં આવતાં સુગંધીદાર બની જાય છે. સાર એટલો જ છે કે સત્સંગતિ હંમેશાં સદ્ગુણો વિકસાવે છે. આમ, વ્યક્તિએ હંમેશાં સારા લોકો સાથે જ રહેવું જોઈએ,જેથી પોતાનો સાચો અને નૈતિક વિકાસ ચાલુ રહે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: