સુવિચાર – ભાગ બે

જે સૌથી શ્રેષ્ઠ છે એનાથી હું સહેલાઈથી સંતુષ્ટ થઈ જાઉં છુ.
– વિન્સ્ટન ચર્ચીલ

__________

દેશપ્રેમ વિશેનાં સુંદર સુવાક્ય

દેશપ્રેમ એટલે પોતાના દેશને કાયમ મદદરૂપ થાવું અને સરકાર લાયક હોય ત્યારે એને મદદરૂપ થાવું.

– માર્ક ટ્વૅઈન

દેશપ્રેમ એટલે તમારી પોતાની, પોતાને એ ખાતરી કે મારો દેશ બીજા બધા દેશથી ચઢિયાતો છે કારણ કે મારો જન્મ અહીં થયો હતો.

– જ્યોર્જ બર્નાર્ડ શૉ

દેશપ્રેમીઓ કાયમ પોતાના દેશ માટે જાન દેવાની વાત કરે છે,  અને ક્યારેય એવી વાત નથી કરતા કે દેશ માટે હું જાન લઈશ.

– બર્ટ્રાન્ડ રસેલ

પોતાના દેશ માટે બેહદ પ્રેમ હોવો એ એક વખાણવાલાયક વાત છે, પણ તો પછી આ પ્રેમ સરહદ પર જ શા માટે અટકી જાય છે?

– પૅબ્લો કૅસલ્સ

ભારત માનવ જાતિનું પારણું છે, માનવીની બોલીનું (ભાષા) જન્મસ્થાન છે, ઈતિહાસની જનેતા છે, પરંપરાની દાદીમા છે અને  રીત-રિવાજોની વડ દાદીમા છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આપણું સૌથી અમૂલ્ય સાહિત્ય અને સૌથી અણમોલ ચીજોનો વારસો માત્ર ભારતમાં સચવાયો છે.

– માર્ક ટ્વૅઈન

જીવન એક બહુ મોટું કૅનવાસ છે. એનાં પર એ બધાં ચિત્રો દોરો

જે તમે દોરી શકો છો.

– ડૅની કેય

બુદ્ધિ અને મૂર્ખામી બેઉની કોઈ સીમા નથી.

– અનામ

વાતચીતની સાચી કળા માત્ર એ નથી કે સાચી વાત સચોટ સમય પર કરી શકીએ. સાચી કળા એ પણ છે કે કહું કહું કહેવાનું મન કરાવતી પણ નહીં બોલવાની વાતને ખોટા સમયે ધરાર બોલવી નહીં.

– અનામ

કોઈકનો દોષ કાઢીએ ત્યારે આપણે સૌપ્રથમ પોતાની ક્ષમતા ઓછી કરી નાખતા હોઈએ છીએ.

– ગ્રૅગ ઍન્ડરસન

Advertisements

ટિપ્પણીઓ

  • girish dalwadi  On તારીખ મહિનો, વર્ષ at 11:17 પી એમ(pm)

    આટલા સારા સંદેશ આજે વાંચવા મળ્યા……. આભાર.

  • kiran dalal  On તારીખ મહિનો, વર્ષ at 5:59 એ એમ (am)

    khub saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: