સુવિચાર – ભાગ ચાર

સુવિચાર – ભાગ ચાર

બૂમો પાડતી સ્ત્રી, બહુ બોલતો પુરુષ, શાંત રહેતું બાળક, કચકચ કરનાર વૄદ્ધ, દલીલ કરનાર મિત્ર, પ્રેમ નહીં કરનાર પાડોશી… આ બધાએ બદલાવાની જરૂર હોય છે.

– શર્મિલ

સરેરાશ શિક્ષક માત્ર જણાવે છે, સારો શિક્ષક સમજાવે છે, ઉચ્ચ કક્ષાનો શિક્ષક છણાવટ પર કરે છે પણ શ્રેષ્ઠ શિક્ષક પ્રેરિત કરે છે.

– વિલિયમ આર્થર વૉર્ડ

કોઈકને શીખવવું એટલે પોતે બબ્બે વખત ભણવું.

– જૉસેફ જ્યૉબર્ટ

દર્દ એટલે શરીરમાંથી બહાર જતી નબળાઈઓ.

– અજ્ઞાત

દુનિયા આખી ગોળ છે અને જે સ્થળ અંત લાગતો હોય એ બની શકે છે કે માત્ર એક શરૂઆત હોય.

– ઈવી બાકર

શૉ બિઝનેસ એ વાસ્તવમાં નેવું ટકા નસીબ છે અને દસ ટકા એ ક્ષમતા કે જેનાથી, નસીબજોગે તક મળે એને સાચવતા (હૅન્ડલ કરતા) આવડે.

– ટૉમી સ્ટીલ

દુકાન ત્યાં સુધી નહીં ખોલતા જ્યાં સુધી તમને સ્મિત વેરવું ગમે નહીં.

– ચીની કહેવત

અકાર્યક્ષમતાને માપવી એ કાર્યક્ષમતાને માપવાથી બધુ અઘરું છે.

– હૅરોલ્ડ એસ. જેનીન

જે માણસ માણસ પર વિશ્વાસ રાખે છે એ માણસ, માણસ પર અવિશ્વાસ રાખનારા કરતાં ઓછી ભૂલો કરશે.

– કૅમિલો

એ માણસનો ક્યારેય વિશ્વાસ નહીં કરતા જે તમને એની બધી તકલીફો જણાવે અને ક્યારેય એની ખુશીઓની વાત ના કરે.

– યહુદી કહેવત

જે સ્ત્રી એની સાચી ઉંમર જણાવે એનો કોઈએ વિશ્વાસ નહીં કરવો જોઈએ. જો એ સાચી ઉંમર કહી શકે છે, તો એ બીજું કશું પણ કહી દેશે!

– ઑસ્કાર વાઈલ્ડ

અમારી ફૅક્ટરીમાં અમે લિપસ્ટિકનું ઉત્પાદન કરીએ છીએ. અમારી જાહેરખબરોમાં અમે આશાઓ વેચીએ છીએ.

– ચાર્લ્સ રૅવસન

આપણે બદલાવાની જરૂર છે જેથી આપણ કાયમ એકસરખા રહી શકીએ.

– ડૉરોથી સૅરીટી

Advertisements

ટિપ્પણીઓ

  • girish dalwadi  On તારીખ મહિનો, વર્ષ at 11:12 પી એમ(pm)

    બહુ સરસ……… આફરીન……..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: