સહુને મિચ્છામિ દુક્કડમ…

આ બધાં મનદુ:ખ અને આ આપસના મતભેદ,

એક જ પળમાં ચાલો કરીએ બધી ભૂલોનો છેદ,

અંતરમનથી શાતા રાખી, કહીએ ચોગરદમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,

ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,

તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

મહામંત્ર નવકારની સંગે મળ્યો અહિંસા બોધ,

જીવ જીવને સુખ આપીને જીવમાં ઈશ્વર શોધ,

વેર નહીં કોઈ દ્વેષ નહીં ને મનમાં કરુણાભાવ,

જગ આખું જિન શાસનનું હો ગીત સુખેથી ગાવ,

સત્ય, ધર્મ ને પ્રેમની બારેમાસ રહે મોસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

Advertisements
Post a comment or leave a trackback: Trackback URL.

ટિપ્પણીઓ

 • pragnaju  On તારીખ મહિનો, વર્ષ at 9:58 પી એમ(pm)

  ફરી એવું વર્તન ન કરીશું એ પ્રતિજ્ઞા એ
  મિચ્છામિ દુક્કડમ
  મિચ્છામિ દુક્કડ
  મિચ્છામિ દુક્કડમ

 • Dr.A.Palaniappan  On તારીખ મહિનો, વર્ષ at 9:34 પી એમ(pm)

  I could n’t enjouy because all in Hindi

Trackbacks

 • […] સહુને મિચ્છામિ દુક્કડમ… (via સંજય વિ. શાહનું શબ્દજગત (@ http://egujarati.com)) September 13, 2010 by vijayshah આ બધાં મનદુ:ખ અને આ આપસના મતભેદ, એક જ પળમાં ચાલો કરીએ બધી ભૂલોનો છેદ, અંતરમનથી શાતા રાખી, કહીએ ચોગરદમ, મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ… સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે, ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ, પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન, માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન, તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ, મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ… મહામંત્ર નવકારની સંગે મળ્યો અહિંસા બોધ, જીવ જ … Read More […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: