Tag Archives: house of commons

WORLD RENOWNED FILM, STAGE PERSONALITY BIMAL MANGALIA PASSES AWAY

Mumbai, 01 February, 2010: Bimal Mangalia, one of the most popular and successful Gujarati film and stage personalities had passed away in Mumbai on Monday. Mangalia, 69, is survived by his wife, the son and two daughters. He was ailing with lungs cancer since some time and had shifted to the western suburb Dahisar just two months back. He served the Gujarati film, stage and television industry as actor, producer, writer and director.

Bimal Mangalia’s contribution to the film and stage world was so enormous that the England’s House of Commons had felicitated him in 2005. He is the only Gujarati film and stage person who has achieved this feat till date. Not only that, the Guinness Book of World Records is expected to take note of his contribution and works in its forthcoming edition.

Bimal Mangalia had started his career in 1973. His first Gujarati film as a writer-director was Par Bhavni Preet which was also the first ever Gujarati film to be shot in Kashmir and surrounding picturesque locales. Sheni Vijanand was his another notable Gujarati film. For last many years, Bimal Mangalia had made one of the most successful association with Pratima T, the most popular Gujarati stage actress in the US, the UK and other nations, and gave several super hit plays to the audience. His contribution to the Gujarati stage was extremely notable. He had written and directed more than 100 plays in his career. Among them, Parka Baira Saune Gamey stands among the biggest ever hits with more than 2,500 shows performed worldwide. His other hit plays include Maanas Maheke Maateethi, Kanyadaan, Nanand Bhojai, Patni Saddhar Toh Pati Addhar, Var Maro Sauthi Saaro.

Mangalia was instrumental in opening up the markets for Gujarati plays in the US, the UK, Africa and other countries. He had worked with almost all Gujarati stage actors and technicians of India and abroad in his career.  Taking note of his contribution to the field, the UK’s House of Commons had invited him in 2005 and felicitated for his work. Also, the Guinness Book of World Records is on the verge of taking note of his works in the upcoming edition.

Mangalia’s last rituals were performed on Monday afternoon at the Borivali east crematorium. His prarthna sabha will be held on Thursday at Vile Parle west’s Sanyas Ashram between 4.00 and 6.00 pm.

ગુજરાતી રંગભૂમિના વિશ્વવિખ્યાત લેખક-દિગ્દર્શક બિમલ માંગલિયાનું અવસાન

મુંબઈ, તા. ૦૧ ફેબ્રુઆરી: ગુજરાતી ફિલ્મ, સિરિયલ અને રંગભૂમિના વિશ્વવિખ્યાત નિર્માતા, લેખક, દિગ્દર્શક અને કલાકાર બિમલ માંગલિયાનું સોમવારે સવારે નિધન થયું હતું. છેલ્લા થોડા સમયથી તેઓ લંગ્મ્સ કૅન્સરથી પીડાતા હતા. ૬૯ વરસના બિમલભાઈ બેએક મહિના પહેલાં જ દહીંસર રહેવા આવ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને બે દીકરીઓ છે. બિમલભાઈ બ્રિટનના હાઉસ ઑફ કૉમન્સમાં સન્માનિત થનારા પહેલા અને એકમાત્ર ગુજરાતી કલાકાર હતા. એમના કાર્યોની નોંધ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ્સની આગામી આવૄત્તિમાં લેવાય એવી સબળ શક્યતા છે. વિદેશમાં ગુજરાતી રંગભૂમિની આજ સુધીની સૌથી લોકપ્રિય અભિનેત્રી પ્રતીમા ટી. સાથે બિમલભાઈએ અત્યંત સફળ જોડી બનાવી હતી. આ જોડીએ પાછલાં ઘણાં વરસોમાં એકએકથી ચડિયાતાં નાટકો અમેરિકા, યુરૉપ અને અન્ય રાષ્ટ્રોમાં ભજવ્યાં હતાં.

૧૯૭૩માં બિમલભાઈએ એમની કારકીર્દિ શરૂ કરી હતી. લેખક-દિગ્દર્શક તરીકે એમની પહેલી ગુજરાતી ફિલ્મ પર ભવની પ્રીત હતી. કાશ્મીર અને આસપાસના પરિસરમાં શૂટ થનારી એ પહેલી ગુજરાતી ફિલ્મ હતી. રંગભૂમિ સાથેનો બિમલભાઈનો નાતો અત્યંત ગાઢ હતો. પ્રદીર્ઘ કારકીર્દિમાં એમણે સોથી વધુ નાટકોનું લેખન અને દિગ્દર્શન કર્યું હતું. એ ઉપરાંત એમની અન્ય એક સફળ ફિલ્મ શેણી વિજાનંદ હતી. એમના અતિસફળ અને પ્રચલિત નાટકોમાં પારકાં બૈરાં સૌને ગમે, કન્યાદાન, પત્ની સદ્ધર તો પતિ અદ્ધર, વર મારો સૌથી સારો, નણંદ ભોજાઈ, માણસ મહેંકે માટીથી વગેરેનો સમાવેશ થાય છે.

પારકાં બૈરાં સૌને ગમે એટલું સફળ હતું કે દેશ-વિદેશ મળીને આ નાટકના અઢી હજારથી વધુ પ્રયોગ થયા હતા. ભારતની બહાર, અમેરિકા, યુરૉપ, આફ્રિકા સહિત અનેક જગ્યાએ ગુજરાતી નાટકોને પહોંચાડવાનું અને પ્રચલિત કરવાનું શ્રેય બિમલભાઈને જાય છે. પોતાના કાર્યકાળમાં બિમલભાઈએ લગભગ દરેક કલાકાર અને કસબી સાથે કામ કર્યું હતું. એમનાં આ કાર્યો અને એમનું યોગદાન એટલું પ્રભાવશાળી હતું કે બ્રિટન સરકારે પણ એની નોંધ લીધી અને ૨૦૦૫માં હાઉસ ઑફ કૉમન્સમાં એમને આમંત્રિત કરીને એમનું સન્માન કર્યું હતું.

સોમવારે સવારે બિમલભાઈની અંતિમવિધિ બોરીવલી પૂર્વના સ્મશાનગૄહમાં કરવામાં આવી હતી. એમના પરિવારજનો ઉપરાંત રંગભૂમિ, ફિલ્મ અને ટીવી જગતના અનેક લોકો એમને અંતિમ વિદાય આપવા ઉપસ્થિત રહ્યા હતા. એમની પ્રાર્થના સભા ગુરુવારે સાંજે ચારથી છ વાગ્યા દરમિયાન વિલે પાર્લે પશ્ચિમ સ્થિત સન્યાસ આશ્રમમાં રાખવામાં આવી છે.