Tag Archives: relationship

What’s precious, gold, silver or…?

There once lived a great mathematician in a village outside Ujjain . He was often called by the local king to advice on matters related to the economy. His reputation had spread as far as Taxila in the North and Kanchi in the South. So it hurt him very much when the village headman told him, “You may be a great mathematician who advises the king on economic matters but your son does not know the value of gold or silver.”

The mathematician called his son and asked, “What is more valuable – gold or silver?” “Gold,” said the son. “That is correct. Why is it then that the village headman makes fun of you, claims you do not know the value of gold or silver? He teases me every day. He mocks me before other village elders as a father who neglects his son. This hurts me. I feel everyone in the village is laughing behind my back because you do not know what is more valuable, gold or silver. Explain this to me, son.”

So the son of the mathematician told his father the reason why the village headman carried this impression. “Every day on my way to school, the village headman calls me to his house. There, in front of all village elders, he holds out a silver coin in one hand and a gold coin in other. He asks me to pick up the more valuable coin. I pick the silver coin. He laughs, the elders jeer, everyone makes fun of me. And then I go to school. This happens every day. That is why they tell you I do not know the value of gold or silver.”


The father was confused. His son knew the value of gold and silver, and yet when asked to choose between a gold coin and silver coin always picked the silver coin. “Why don’t you pick up the gold coin?” he asked. In response, the son took the father to his room and showed him a box. In the box were at least a hundred silver coins. Turning to his father, the mathematician’ s son said, “The day I pick up the gold coin the game will stop. They will stop having fun and I will stop making money.”

The bottom line is…
Sometimes in life, we have to play the fool because our seniors and our peers, and sometimes even our juniors like it. That does not mean we lose in the game of life. It just means allowing others to win in one arena of the game, while we win in the other arena of the game. We have to choose which arena matters to us and which arenas do not

(Received this inspiring short story from Hasanbhai, my reader and very avid fan of good writings)
(photo courtesy – http://www.agiivideo.com/DownloadVideos/Pictures/FatherSon.jpg)

કો’ક પર મોહીએ વરસાદ થઈને? (સન્ડે રણકાર* Sunday Rankaar 12 07 2010)

સંજય વિ. શાહ

આકાશ આજકાલ મતવાલું થયું છે. ઘડીકમાં એ સાવ સ્વેતલ થઈ જાય છે તો ઘડીકમાં થઈ જાય છે કાળું ડીબાંગ. ગણ્યાગાંઠ્યા ત્રણ-ચાર મહિનામાં એણે ધરતીની આઠ મહિનાની તપસ્યાનું સાટું વાળી દેવાનું છે વરસીને. આ આકાશ અને ધરતી વચ્ચે કોઈ લેખિત કરાર થયા નથી તો પણ કેમ બેઉ આમ યુગોથી મોસમનાં વસ્ત્રો ધારણ કરીને આખી સૃષ્ટિનો કારભાર ચાલતો રાખી રહ્યાં છે? પહેલાં ધરતી વાદળ બનાવે અને પછી આકાશ રાજી રાજી થઈને એ વાદળમાંથી વરસાદ ફગાવે. ડહોળાયેલું પાણી, દેડફાયેલું પાણી, દરિયાનું પાણી અને નાળાનું પાણી, પાણીનું રૂપ કોઈપણ હોય પણ કુદરતનો ખેલ એને વરસાદનું પાણી બનાવીને એક જ રંગમાં ઢાળી દે જેથી સૃષ્ટિ સંચાલનના રંગમાં ભંગ પડે નહીં. કેવી અજાયબ ગોઠવણ છે આ બધી.

આપણેય જો વરસાદની જેમ હોઈએ તો? આપણેય આપણી સૃષ્ટિમાં જળની જેમ રંગ, રૂપ, આકાર અને જડતા વગરના થઈ જઈએ તો? શું છે કે આપણને તો ટેવ પડી મંતવ્યોના કૂવામાં જ ધૂબાકા મારતા રહેવાની. એમાંથી બહાર નીકળવાનું કોઈ કહે તો તરત ડોકું નકારમાં ધૂણાવીને કહી દેવાનું, “ના હોં. મેં તો નક્કી કર્યું એટલે કર્યું.” શું નક્કી કર્યું? અને શું કામ નક્કી કર્યું? નક્કી કર્યા પછી જીવન સુલભ થયું કે અકારું થયું એનો વિચાર પણ નહીં કરવાનો? કાશ્મીર હમણાં ભડકે બળી રહ્યું છે. હમણાં શું કામ, વરસોથી બળી રહ્યું છે. ભારતે નક્કી કર્યું કે કાશ્મીર એનું, પાકિસ્તાને ગધેડી પકડી કે કાશ્મીર અમારું અને કાશ્મીરીઓએ નક્કી કર્યું કે બધાના નક્કી કરવા વચ્ચે અમારે ફૂટબોલની જેમ ફંગોળાવું. સમજણના દુકાળમાં અને તંત છોડવાના નકારમાં બધું કોરુંધાકોર છે અને બધે અંધેર છે. ઓછામાં પૂરું એક ઘા ને બે કટકા કરીને ક્યાં કોઈને વણજોઈતું મૂકી દઈને સાચું પામવું છે?

સાધુ કહે છે કે મારે તો બસ રામ અને એનો પ્રતિસ્પર્ધી કહે છે કે પૂજાય તો ખાલી કૃષ્ણ જ. મુલ્લાજીને મહમ્મદ પયગંબર સિવાય કોઈ દેખાતું નથી અને ઇશુના અનુયાયીઓને ગૉડના માર્કેટિંગ સિવાય કાંઈ ભાવતું નથી. ભગવાન જો સર્વસ્વ હોય તો સખેદ નોંધવું પડે કે ભગવાન પણ આપણે વરસાદ જેવો નિ:સ્વાર્થ અને નિર્ગુણ રાખ્યો નથી. વરસાદનું રૂપ ખરેખર ભગવાન કરતાં વધુ પવિત્ર અને સર્વસ્વીકાર્ય છે. વરસાદ વિશે કોઈ વિખવાદ નથી અને વરસાદ પડે જુદી જુદી કોમના લોકો એવું કહેતા નથી કે આ વરસાદ હિંદુ પાણીનો છે અને આ ખ્રિસ્તી પાણીનો.

વરસાદ પડે તો બસ, ભીજાંવું રહ્યું અને વરસાદને કોઈ નામ નહીં આપવાનું. અને જિંદગીમાં થઈ શકે તો વરસાદ જેવા જ થઈ જવાનું. કો’ક પર મોહીએ તો એવા મોહી પડવાનું કે સામાને ભીંજાવી પોતે તરબતર થઈ જવાનું. ઝરમર હોઈએ કે ધોધમાર, વરસીએ તો સારા ભાવ સાથે વરસવાનું. જળોની જેમ પોતાની વાતને વળગ્યા વિના બસ જળની જેમ સુખસર્જક રહેવાનું. આપણે આવીએ તો સૌ રાજી થાય અને આપણે જઈએ તો સૌ આપણી વિદાયથી અજંપો અનુભવે. આપણા માટે ના કોઈ ખરાબ બોલે કે આપણે ના કોઈનું ખરાબ કરીએ. આપી આપીને એવા અમીર થઈએ કે ખાલીખમ થઈ જવું એ પણ ઉત્સવ થઈ જાય. અને જ્યારે જ્યારે જેને ફરી મળીએ એ કહે કે, “સારું કર્યું લો ફરી પધાર્યા.”

(photo courtesy – http://fc06.deviantart.net/fs28/f/2008/074/2/0/Love_after_Rain_by_Jayantara.jpg)

************

rankaar for 15 06 2010

રણકાર

જે ખરેખર પોતાના હોય છે,

તે કોઈ દી’ ખૂબી-ખામી,

જોતા ના હોય છે

– શર્મિલ

કાચ હોય તો એકવાર તૂટે પછી ક્યારેય ફરી આખો ના થાય. માણસ છે કે સંબંધોમાં અનેકવાર તૂટતો અને ફરી જોડાતો રહે છે. જાણે કે એક રમત ચાલી રહી છે બધે, કોઇકના થવાની અને કોઇકને પોતાના કરવાની. કરવું પણ શું, કેમ કે આ હૈયું છે કે જેને ઠલવાતા રહેવા અને ઠલવાઈને ભરાતા રહેવાની ટેવ જ પડી ગઈ છે. એને અખતરા ગમે છે, ખતરા ગમે છે, ખતા ગમે છે અને વિપદા પણ ગમે છે. બધું એક જ કાજે કે એ બધા પછી પણ બે-ચાર એવા મળી જાય જે સમજે અને સમજી પણ જાય. એવા સંબંધો મેળવવા અને માણવા માટે ખામીઓ ખરીદીને ભૂલી જવી પડે અને ખૂબીઓ ખુશીથી બધે વહેંચવી પડે. વરસો પછી સ્કૂલ અને કૉલેજના દિવસો યાદ આવે સૌથી અઘરા શિક્ષકની પણ બે સારી વાતો સામે આવે અને એમની ખોટ વર્તાય અને ભણવાના ઘોર કંટાળા છતાં ફરી સ્કૂલ-કૉલેજમાં જવાનું મન થાય. આજના સંબંધમાં જો ક્ષતિઓ જ દેખાશે તો થોડાં વરસો પછી, એને ગુમાવી દીધા પછી એની પણ બે સારા વાતો યાદ આવશે અને મન ભારે થઈ જાશે. શા માટે જે આજે હાજર છે એમાં સારું નહીં જોવાનો સ્વભાવ તો પછી રાખવો? સો ટકા મનગમતું કોઈ થાય એ જરા અઘરી ઇચ્છા છે. સહેલી ઇચ્છા છે સો ટકા સ્વીકૃતિ અને પછી સંબંધને માણવાની તૈયારી. જો આટલી ખેલદિલી હશે તો જિંદગીનો ખેલ હાર ઓછી અને હાશ ઝાઝી થઈ જશે.

– કલ્પના જોશી

રણકાર from archieves

રણકાર

આ બાકી કમાલ વાત છે. માણસોને ઓછું બહુ જલદી આવી જાય. એટલે કે નાની નાની વાતમાં ખોટું લાગી જવું, રિસાઈ જવું અને પછી પોતે દુ:ખી થવું ને બીજાને કરવા. આવી હરકત લગભગ બધાને ગમે કારણ બધા એવું માન્યા કરે છે કે એમની મરજી પ્રમાણે કશુંક થાય નહીં ત્યારે નારાજગી થવી એ સહજ વાત છે. અરે, પણ જરા સમજો તો ખરા કે કોઈ વાતે ખોટું લગાડવાથી સાચું શું પુરવાર થઈ જાય છે? વાસ્તવમાં તો નારાજગી સામે ચાલીને લઈ લેવી એનો કશો જ અર્થ નથી. જ્યારે પોતાની મુનસફી પર આપણે નારાજ થઈએ ત્યારે સામા માણસને આમ પણ જરાય ફરક પડતો નથી. એટલે જે ગુમાવવાનું આવે એ બધું આપણે જ. વળી, ક્યારેક વણજોઈતી નારાજગીને લીધે સંબંધમાં ફાચર પડે, સારી પળ કડવી થઈ જાય અને સુખને માણવાની તક ચાલી જાય એ અલગ. શા માટે ઓછું લગાડવાનું તો પછી ? આટલો બધો ઉકળાટ છે તો શા માટે સૂરજથી ઓછું નથી આવતું આપણને ? એટલે પ્રાકૃતિક મુશ્કેલીઓને જેમ હસતા મોઢે સ્વીકારી લેવાય છે એ રીતે જરા અમથી વાતોમાં જતું કરવાનો સ્વભાવ કેળવી લેવો. ઘણા ફાયદા થશે. સૌથી પહેલાં તો હસમુખા સ્વભાવને લીધે. અને પછી ઓછાને વધારે કરી મજાથી જીવવાની અનેક તક મળશે એટલે. ચાલો, આજથી ઓછું આવવાનું અને માઠું લગાડી લેવાનું બંધ. આજથી સતત રાજીના રેડ રહેવાનું શરૂ. અને એટલે જ આજથી લાઈફ બની જશે ક્યાંય વધારે મજાની.
– કલ્પના જોશી