Category Archives: my articles * મારા લેખ

ફાઇનાન્શિયલ મુંબઈ: મની, મહાસત્તા અને મહાકસોટી

ફાઇનાન્શિયલ મુંબઈ: મની, મહાસત્તા અને મહાકસોટી

My article in Mumbai Samachar Anniversary issue dated 01 July 2010

click on the following link to read:

http://tinyurl.com/2bsylpa

દુનિયા એક બટન પર, થ્રીજી, જીપીએસ અને સિમકાર્ડનો જાદુ

દુનિયા એક બટન પર, થ્રીજી, જીપીએસ અને સિમકાર્ડનો જાદુ

My article in Mumbai Samachar Anniversary issue on 1 Jul, 2010

Click on the following link to read:

http://tinyurl.com/35sq72r

શૉપિંગની સ્ટાઇલમાં આમૂલ પરિવર્તન લાવશે ઑર્ગેનાઇઝ્ડ રિટેલિંગ

શૉપિંગની સ્ટાઇલમાં આમૂલ પરિવર્તન લાવશે ઑર્ગેનાઇઝ્ડ રિટેલિંગ

My article in Mumbai Samachar on Sunday 4 July 2010

Click on the following link to read:

http://tinyurl.com/2v5oq28

WE WILL CUT THE PRICES BY HALF IN A MONTH’S TIME: PM * એક મહિનામાં ભાવ અડધા થશે: મનમોહન સિંહ

એક મહિનામાં ભાવ અડધા થશે: મનમોહન સિંહ

સંજય વિ. શાહ

મનમોહન સિંહ

વિરોધ પક્ષોએ એક થઈને સોમવારે ભારત બંધનું એલાન કર્યું એનાથી સત્તાધીશ કોંગ્રેસ પક્ષ સફાળો બેઠો થયો છે. અત્યંત આધારભૂત સાધનોએ આપેલી માહિતી મુજબ કોંગ્રેસ મોવડીમંડળ અને એના ચમચાપક્ષો, સૉરી, સાથીપક્ષોએ વિપક્ષોના બંધના એલાનનું બેધડક ઉલ્લંઘન કરી સોમવારે વહેલી સવારે એક ખાનગી બેઠક યોજી હતી. સોનિયા ગાંધીના વડપણ હેઠળ યોજાએલી આ બેઠકમાં ખુદ સોનિયાજીએ મોંઘવારી સામે ચિંતા વ્યક્ત કરીને ઇટાલિયન પિત્ઝાના આસમાને ગયેલા ભાવનો મુદ્દો છેડ્યો હતો. એ સાંભળીને સતર્ક થયેલા વડા પ્રધાને એકાએક જ ધડાકો કર્યો હતો અને એક જ મહિનામાં મોંઘવારી અડધી કરવાનું વચન આપી દીધું હતું. એ સાંભળીને વૉક આઉટ કરી ગયેલા શરદ પવાર તરફ પણ સિંહે દુર્લક્ષ કર્યું હતું અને ભાવ ઘટાડવાની ચળવળ પિત્ઝાના ભાવ ઓછા કરવાથી જ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસના સાથી પક્ષોએ સિંહના નિર્ણયને વધાવી લીધો હતો અને સાથે જ, મોંઘવારી ફાટીને ધૂમાડે ગઈ ત્યાં સુધી ચૂપકીદી સેવીને એમને કરોડો રૂપિયા કમાવાની તક આપી એ બદ્દલ વડા પ્રધાનનો આભાર પણ માન્યો હતો.

મોવડીમંડળની બેઠક પછી તરત જ વડા પ્રધાને આ પ્રતિનિધિને એક એક્સક્લુઝિવ મુલાકાત આપી હતી. મુલાકાતમાં એમણે મોંઘવારીનાં કારણો આપવાની સાથે જ એની પાછળના વિપક્ષના હાથ અને મોંઘવારી ઘટાડવા માટેની એમની રણનીતિ વિશે સવિસ્તર ચર્ચા કરી હતી. પ્રસ્તુત છે મુલાકાતના સસ્તા, સૉરી, મહત્ત્વપૂર્ણ અંશ.

ઇગુજરાતી – કેમ છો, સર?

પીએમ – ઠીક છું, થૅન્ક યુ.

ઇગુજરાતી – કેમ શું થયું?

પીએમ – થાય શુ? આ થોડા દિવસ અમેરિકા હતો તે જલસા હતા, શાંતિ હતી. પાછો ઇન્ડિયા આવ્યો અને… કોને ખબર ક્યારે સુધરશે આ દેશ.

ઇગુજરાતી – એ તો તમે સુધારશે ત્યારે સુધરશે. આખરે તમે જ તો વડા પ્રધાન છો દેશના.

પીએમ – તો શું થયું? મેં બધાને સુધારવાનો, ઇન ફૅક્ટ આખા દેશને સુધારવાનો ઠેકો લીધો છે? અને માઇન્ડ વૅલ, હું દેશનો વડા પ્રધાન ખરો પણ મને વડા પ્રધાન દેશે નથી બનાવ્યો.

ઇગુજરાતી – તો કોણે બનાવ્યા છે?

પીએમ – સોનિયાજીએ. જો સોનિયા ગાંધી ના હોત તો અત્યારે કોઇક બીજું જ રાજ કરતું હોત દેશ પર.

ઇગુજરાતી – એ વાત પણ સાચી છે તમારી.

પીએમ – હું ખોટું બોલતો જ નથી ક્યારેય. બહુ સ્પષ્ટ છે મારી પૉલિસીઝ.

ઇગુજરાતી – યસ સર. તમારી સૌથી મોટી પૉલિસી તો ખોટું કે સાચું બોલવા કરતાં ચૂપ રહેવાની છે.

પીએમ – પૉલિસી નથી, એ તો આદત છે. પહેલાં મારી પત્ની ગુરશરણ સામે ચૂપ રહેવાની આદત પડી, પછી સોનિયાજી સામે. અમેરિકા સામે તો હું ભણતો એ દિવસોથી ચૂપ જ રહ્યો છું એટલે ભારત કે ભારતીયો સામે ચૂપ રહેવામાં મને જરાય એક્સ્ટ્રા મહેનત પડતી નથી.

ઇગુજરાતી – પણ આજે તમે બોલશો તો ગમશે. ખાસ કરીને મોંઘવારી વિશે.

પીએમ – એક મિનિટ, તમે મોંઘવારી વિશે પૂછવા આવ્યો છો?

ઇગુજરાતી – હા સાહેબ, ચારસો રૂપિયાનું પૅટ્રોલ બાળીને આવ્યો છું.

પીએમ – એ તમારો પ્રૉબ્લેમ છે, તમારે ખર્ચો ઓછો કરવો હોય તો બ્લ્યુ લાઇન કે ગ્રીન લાઇન બસમાં આવવું હતું. એનીવેઝ, હવે આવી જ ગયા છો અને મોંઘવારી પર બોલવાનું છે તો બે મિનિટ આપો.

ઇગુજરાતી – બિલકુલ સર.

(તરત જ વડા પ્રધાન એમના મૉબાઇલ પરથી ફૉન લગાડે છે અને સોનિયાજી સાથે વાત કરે છે. બેઉ વચ્ચે કશીક વાતચીત થાય છે અને..)

પીએમ – ઑકે. પૂછો શું પૂછવું છે તમારે?

ઇગુજરાતી – સર, મોંઘવારી બેહદ વધી ગઈ છે છેલ્લાં બે-અઢી વરસમાં.

પીએમ – કોણે કહ્યું એવું?

ઇગુજરાતી – મને ખબર છે, આખા દેશને ખબર છે.

પીએમ – ક્યા ભણ્યા છો તમે?

ઇગુજરાતી – કેમ સર? મારા ભણવાને મોંઘવારી સાથે શી લેવાદેવા? હું મુંબઈની…

પીએમ – (વચમાં જ) બસ, હું ફૉરેનમાં ભણ્યો છું. મતલબ તમારા કરતાં વધુ ઇન્ટેલિજન્ટ છું.

ઇગુજરાતી – એટલે તો તમને પીએમની ખુરસી પર…

પીએમ – હૉલ્ડ ઑન. પહેલાં જ કહી દીધું છે મેં કે પીએમની ખુરસી મને દેશના લીધે નથી મળી.

ઇગુજરાતી – પણ દેશને મોંઘવારી તો તમારા લીધે મળી છે.

પીએમ – ખોટી વાત. આ બધી તો ચાલ છે વિરોધ પક્ષોની. મોંઘવારી જરાય વધી નથી. એમનો ઉત્પાત વધ્યો છે. કારણ વિના એમણે હોબાળો ઊભો કર્યો છે.

ઇગુજરાતી – એવું નથી સાહેબ…

પીએમ – એવું જ છે. ઊલ્ટાનું, લોકોનું જીવન સુલભ બન્યું છે. કેટલીયે ચીજોના ભાવ ઘટ્યા છે.

ઇગુજરાતી – જેમ કે…?

પીએમ – મૉબાઇલ હૅન્ડસેટ સસ્તા થયા છે કે નહીં?

ઇગુજરાતી – હા પણ..

પીએમ – અને એરટાઇમ પણ સૌથી સસ્તો છે આપણા દેશમાં. સિમ કાર્ડ તો હવે મફતમાં મળે છે. પછી ડિજિટલ કેમેરા, ટેલિવિઝન, પ્રિન્ટર્સ, લૅપટૉપ્સ, કૉમ્પુટર… બધું સસ્તું થયું છે. અરે, કાર જેવી કાર હવે આ દેશમાં લાખમાં પડે છે. તો પછી? અને કાર ના પરવડે તો અમે ક્યાં રેલવે ટિકિટના ભાવ વધાર્યા છે લાંબા સમયથી? ફરો તમતમારે ટ્રેનમાં, કોણ ના પાડે છે?

ઇગુજરાતી – પણ તમે જે ચીજો ગણાવો છો એમાં ખાવાપીવાની ચીજો ક્યાં આવી?

પીએમ – તો શું થયું? કોઇક ચીજ સસ્તી થાય અને કોઇક મોંઘી, એ તો સંસારનો નિયમ છે. ઇન્ડિયા કાંઈ રિલાયન્સના શેર થોડા છે કે એના ભાવ પડે નહીં અને એમાં રોકાણ કરનારને બખ્ખાં જ થાય?

ઇગુજરાતી – અરે પણ સર, ચાર માણસના ઘરમાં ખાધાખોરાકીના દસ હજાર પડવા માંડ્યા છે. બે-અઢી વરસ પહેલાં આ ચીજો ત્રણ હજારમાં પડતી હતી.

પીએમ – તો ત્યારે કેમ એનો સ્ટોક નહીં કરી લીધો સૌએ?

ઇગુજરાતી – એવી રીતે સ્ટોક ના થાય.

પીએમ – બધું થાય. કેમ, લોકો આપણે ત્યાં સોનું સ્ટોક કરીને નથી રાખતા? પાઇરેટેડ મ્યુઝિક પણ સ્ટોક કરીને નથી રાખતા?

ઇગુજરાતી – સર…

પીએમ – લિસન ટુ મી ફર્સ્ટ. તમે જેને મોંઘવારી કહો છો એ તો પ્રગતિ છે. ભાવ વધે તો તમે વધારે ખર્ચા કરશો, વધારે ખર્ચા કરશો તો વધારે કમાવાની ઇચ્છા થશે, વધારે કમાવા માટે તમે વધારે વેસ્ટર્નાઇઝ્ડ થશો. સરવાળે, બધાનો ફાયદો અને ગ્લૉબલ પ્રોગ્રેસ.

ઇગુજરાતી – પણ સાહેબ, પેટની આગ કેમ ઠારવાની અમારે?

પીએમ – તમે વિરોધ પક્ષના કહેવાથી ભારત બંધ કર્યુંને?

ઇગુજરાતી- હા.

પીએમ – તો આ સવાલનો જવાબ પણ વિરોધ પક્ષોને જ પૂછો.

ઇગુજરાતી – એટલે તમે કે સરકાર કાંઈ નહીં કરો?

પીએમ – કરશુંને. તપાસનો આદેશ આપશું, પંચ નીમીશું. પછી તમે સૌ બૂમો પાડીને થાકી જશો અને બધું ભૂલી જશો ત્યારે રિપૉર્ટ જાહેર કરશું. એ રિપૉર્ટ પર તમે અમારા માથે માછલાં ધોશો તો અમે લોકસભાની ચૂંટણી જાહેર કરી દેશું. અને હા, ફૉર ધ ટાઇમ બિઇંગ, તમારા માટે કૉમનવેલ્થ ગૅમ તો કરી જ રહ્યા છીએ. આવો, મજા કરો.

ઇગુજરાતી – પણ સાંભળવામાં આવ્યું છે કે તમે ભાવ અડધા કરવાનું વચન આપ્યું છે સોનિયાજીને.

પીએમ – (ચોંકી પડતાં) આ… આ માહિતી તમને કોણે આપી?

ઇગુજરાતી – આપી. તમારી મિનિસ્ટ્રીમાં અમારા સૉર્સીસ તો હોય કે નહીં?

પીએમ – ઑહ! નક્કી આ કોઇક સાથી પક્ષની હરકત છે. મારા બેટાવ, કોંગ્રેસના ઘઉં અને ચોખા ખાય છે અને પત્રકારોની, વિરોધ પક્ષોની સેવા કરે છે.

ઇગુજરાતી – એ છોડો સાહેબ. મારી માહિતી સાચી છે કે ખોટી એ કહો.

પીએમ – સાચી છે, એકદમ સાચી છે. મેં સોનિયાજીને વચન આપી દીધું છે કે આવતા એક મહિનામાં ચીજવસ્તુના ભાવ પચાસ ટકા ઘટાડી ના બતાવું તો મારું નામ બદલી નાખજો.

ઇગુજરાતી – અરે વાહ! આટલો અગત્યનો નિર્ણય તમે લીધો એ પૂરતું છે અમારે માટે. તમને ખબર નથી કે ગરીબો કેટલી દુવા આપશે તમને.

પીએમ – થૅન્ક, યુ, વેરી મચ. બીજું કશું પૂછવું છે તમારે?

ઇગુજરાતી – છેલ્લો સવાલ, સર. મોંઘવારી ઘટાડાવા માટેની સ્ટ્રેટેજી શી છે?

પીએમ – સિમ્પલ છે. હું અને રાહુલ ગાંધી આવતા અઠવાડિયે જઈએ છીએ રોમ.

ઇગુજરાતી – રોમ?

પીએમ – હાસ્તો, મૅડમને મેં વચન આપ્યું છે કે રામના દેશનું જે થવું હોય તે થાય, હું રોમના દેશની મોંઘવારી ઓછી કરીને જંપીશ.

ઇગુજરાતી – માય ગૉડ!

પીએમ – જોયું?! તમે પણ હે રામ કે હે ભગવાનને બદલે માય ગૉડ બોલો છો. એટલે જ, ઇટાલીને આપણી મદદની વધુ જરૂર છે, ઇન્ડિયા કરતાં. બસ,પત્યો ઇન્ટરવ્યુ?

ઇગુજરાતી – ના… હા… આય મીન… સર, ઇન્ટરવ્યુની વચમાં તમે સોનિયાજીને
ફૉન કર્યો હતો. જાણી શકું કે એમાં શી વાત થઈ?

પીએમ – બેશક જાણી શકો છો. મેં મૅડમને કહ્યું કે નરેન્દ્ર મોદીની ભાષાવાળા કોઈક જર્નલિસ્ટ આવ્યા છે, મોંઘવારી વિશે માથાકુટ કરવા, તો શું કરું? એમણે કહ્યું કે ડૉન્ટ વરી, આપણને ગુજરાતની નથી પડી અને ગુજરાતીઓને મોંઘવારીની. ઇન્ટરવ્યુમાં જે કહેવું હોય એ ઝટ કહી દેજો, પછી મીટિંગ માટે આવી જજો. મારે તમને બ્રીફ કરવાના છે કે આવતા છ મહિનાની ફૉરેન ટ્રિપમાં તમારે કયા દેશમાં શું કરવાનું છે.

(નોંધ – આ મુલાકાત કાલ્પનિક છે અને એનો ઉદ્દેશ મોંઘવારીથી ત્રસ્ત મારા-તમારાં મોઢાં પર સ્મિત વેરવાનો છે. છતાં એમ કરતાં રાજકીય પક્ષોના વટાણા વેરાઈ ગયા હોય તો ક્ષમસ્વ. અને હા, આ ઇન્ટરવ્યુ વાચીને બ્લૉગ પર કૉમેન્ટ કરજો કેમ કે કૉમેન્ટ લખવી હજી જરાય મોંઘી નથી થઈ)