Tag Archives: radha

શ્રીકૄષ્ણ શરણમ મમઃ

(સંગીત નાટક કૄષ્ણપર્વ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલી અને વૈષણવોમાં અતિ પ્રચલિત એવી શ્રીકૄષ્ણની ઑરિજિનલ ધૂનની આ મૉડર્ન વર્ઝન મારા બ્લૉગના વાચકો-ચાહકોને જન્માષ્ટમીના દિવસે સપ્રેમ સાદર…)

શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃ

શ્રીકૄષ્ણ શરણમ મમઃશ્રીકૄષ્ણ શરણમ મમઃ

સહુ વૈષ્ણવો સંગે બોલો શ્રીકૄષ્ણ શરણમ મમઃ

નાના મોટા રંગે બોલો શ્રીકૄષ્ણ શરણમ મમઃ

પરોઢિયે કોયલડી ગાતી શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ફૂલો પર ફોરમ પમરાતી શ્રીકૄષ્ણ શરણમ મમઃ

જળ-સ્થળ, જીવન, અંબર બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

મેઘધનુના રંગો ડોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

બાળકના હોઠો પર રમતું શ્રીકૄષ્ણ શરણમ મમઃ

મૈયાને પણ છે મનગમતું શ્રીકૄષ્ણ શરણમ મમઃ

શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ચિન્ટુ બોલે, પિન્ટુ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ટીના, શીના, મીનુ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

પંચે તત્ત્વો નિશદિન ગાતાં શ્રીકૄષ્ણ શરણમ મમઃ

નામ લઈ એનું મઘમાતાં શ્રીકૄષ્ણ શરણમ મમઃ

વન ડોલંતો મયૂર બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ગૌમાતા હરખાઈ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ચંદરવે ચાંદલિયો ચમકે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

શરદ પૂનમની શોભા મલકે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃ

મંદિરનો ઘંટારવ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

પંખીનો કેકારવ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ખેડૂતનાં ખેતર પણ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

બંગલાના મિલિયૉનેર બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ગોકુળના ગોવાળો બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ગામગામના લોકો બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

રંગ, વર્ણ ને ભાષા બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

રંક, રાય ને રાજા બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃ

મધમીઠલડી પંજરી બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

પાન, બીડું, સોપારી બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

અકળ-સકળ ને મૄગજળ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

વર્ષો-દિવસો, પળ પળ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

દર્શન ડૂબ્યાં નયનો બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ધામ ધામ જઈ ચરણો બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

પચરંગી મુંબઈજન બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

અમદાવાદી અંકલ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃ

સુરમા સરતી બંસરી બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

રણઝણતી સંગ ખંજરી બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ચાર યુગોની ગાથા બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

લખ ચોર્યાસી ફેરા બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

દરિયાના મોજાંઓ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ધરતીના પાતાળો બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

જંગલની વનરાઈ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

પર્વતની પુરવાઈ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃ

ગીત-કિર્તન-ધોળ બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

દુહા-છંદ રઢિયાળા બોલે શ્રીકૄષ્ણ શરણમ મમઃ

શ્રીકૄષ્ણ શરણમ મમઃ શ્રીકૄષ્ણ શરણમ મમઃ

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

छेडो़ न कान मोहे

(कॄष्णपर्व नाटक का गीत)

छेडो़ न कान मोहे नटख़ट गोपाल तोहे

बंसी की सों तोहे बंसी की सों

गोरी दीवानी मोरी राधा रंगीली थोरी

सुनियो मोरी ना दीजो

बंसी की सों मोहे बंसी की सों…

आवे तूं पास जावे दे दई के प्यास करे

नैनन ऊदास मोरे नैनन ऊदास

फिर जा के मिल जावे गोपीओं के साथ

नाहि सोचे क्या मोरे मनवा की आस

मोरे मनवा की आस…


मनवा जो तोरा है मोरा ही मनवा है

बसीयो वही ना दीजो बंसी की सों

बंसी की सों मोहे बंसी की सों…

अंबर ना बनियो के बादल ही रहियो जी

मंडरा के मोह मुजे़ जईयो ज्यां चाह तोरी

जईयो ज्यां चाह

ना बरसूं तुज़ पे जो खुद ही जो तरसूं तो

क्या कान्हा राधा री होगी ये चाह

कहे होगी ये चाह?

ये तेरे रंग सोहे मनवा को देख मोहे

खेलेंगे रास छोड़ बंसी की सों

छेडो़ गोपाल छोड़ बंसी की सों

बंसी की सों छोड़ बंसी की सों

– संजय वि. शाह ‘शर्मिल’

(This song is basically about a conversation between Radha and Krishna in the play KRISHNAPARVA. Sudha Chandran plays RADHA in the play and the song)