Tag Archives: hindi poems

તારી આંખમાં ડૂબાડે તો જાણું!

મને દરિયામાં સમજણ કંઈ પડતી નથી…

તારી આંખમાં ડૂબાડે તો જાણું!

તને પામીને એક પળમાં જીવી જવા…

મારે ભવ એકસાથે નવ્વાણું!

જેને જોવાને દર્પણમાં જોઈ જોઈ તરસી,

મારા રમતુડાં ગાલે લ્યો લાલી એ વરસી,

ખુલ્લી આંખોમાં સપનાંઓ દોડે થઈ હરણાં,

મેં પણ જાણ્યું શું માણસ દેખાય પ્રેમવર્ણા!

અમથું મનમાં મલકાઉં ને અમથું હસું!

અમથું તુંયે જોડાય તો હું જાણું…

એક તરણાનો ભાર મારી ઈચ્છાનો મેરુ

મને સાચવ તું હૈયામાં થઈ મારો ભેરુ

પગલાં કંકુથી રંગું ને મહેંદીળા હાથે

જાઉં વણદીઠી ભોમે હું સાજન સંગાથે

થોડાં વરસોમાં ઝાઝી મીઠાશ ભરી દે

એવી વિધિ કરાવે તો જાણું…

તને પામીને એક પળમાં જીવી જવા…

મારે ભવ એકસાથે નવ્વાણું!

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

રાતના છે જીવ જેનો તાર તારમાં…

રાતના છે જીવ જેનો તાર તારમાં
એને મળે ન કંઈ કશું કોઈ સવારમાં

બોલીને જેને ભૂલવી છે વાત સગવડે

કરજો જમા એ લોકને ખાતા ઉધારમાં

તારા હશે તો આવશે તું રાહ નહીં જો

મિત્રો ન મળે શોધતા માણસબજારમાં

આ રંજ, પીડા, શોક ને અફસોસ સામટાં?

આ ભૂતકાળ કેમ ઊભો છે કતારમાં?

બસ એટલી છે મુશ્કેલી કે યાદ રહે છે

શીખ્યું છે કોણ ભૂલવું દુનિયા અસારમાં?

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

मां सच्ची या सच्चा मैं हूं?

मेरी मां ने कहा था बेटे छोटा है तूं

रोज़ ये बाता सोच सोच मैं खुद से पुछूं…

मां सच्ची या सच्चा मैं हूं?

पहले तो ये जाना भी ना मैया है क्या

चिल्लाती भी ईतराती ये औरत है क्या

खाना भी देती थी फिर भी गुस्सा करती

और अकेले जा के रोती करती है क्या?

रिश्ता रस्ता रोज़ सीखाती चूप रह के वो

कितना बोला उसने मैंने सुना भी है क्या?

एक ये छोटी बात है बडी़ कैसे कह दूं?

रोज़ ये बाता सोच सोच मैं खुद से पुछूं…

मां सच्ची या सच्चा मैं हूं?

गद्दा बिस्तर थाली कपडें सब कुछ मैला

स्कूल से आ के फैंक दिया था कैसे थैला

सब कुछ सब दिन ठीक रहा पर ऐसे जैसे

सब कुछ मैंने किया ना उसने देखा जैसे

और अगर कोई कह दे कुछ भी मेरे बारे

वो संभाले हंस के कर दे न्यारे न्यारे

पता नहि था पता चलेगा एक दिन ही यूं

रोज़ ये बाता सोच सोच मैं खुद से पुछूं…

मां सच्ची या सच्चा मैं हूं?

– संजय वि. शाह ‘शर्मिल’

મિચ્છામિ દુક્કડમ…

આ બધાં મનદુ:ખ અને આ આપસના મતભેદ,

એક જ પળમાં ચાલો કરીએ બધી ભૂલોનો છેદ,

અંતરમનથી શાતા રાખી, કહીએ ચોગરદમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,

ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,

તીર્થંકરોને સ્મરીને  થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

મહામંત્ર નવકારની સંગે મળ્યો અહિંસા બોધ,

જીવ જીવને સુખ આપીને જીવમાં ઈશ્વર શોધ,

વેર નહીં કોઈ દ્વેષ નહીં ને મનમાં કરુણાભાવ,

જગ આખું જિન શાસનનું હો ગીત સુખેથી ગાવ,

સત્ય, ધર્મ ને પ્રેમની બારેમાસ રહે મોસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

– સંજય વિ. શાહ ‘શર્મિલ’