Daily Archives: તારીખ મહિનો, વર્ષ

રાતના છે જીવ જેનો તાર તારમાં…

રાતના છે જીવ જેનો તાર તારમાં
એને મળે ન કંઈ કશું કોઈ સવારમાં

બોલીને જેને ભૂલવી છે વાત સગવડે

કરજો જમા એ લોકને ખાતા ઉધારમાં

તારા હશે તો આવશે તું રાહ નહીં જો

મિત્રો ન મળે શોધતા માણસબજારમાં

આ રંજ, પીડા, શોક ને અફસોસ સામટાં?

આ ભૂતકાળ કેમ ઊભો છે કતારમાં?

બસ એટલી છે મુશ્કેલી કે યાદ રહે છે

શીખ્યું છે કોણ ભૂલવું દુનિયા અસારમાં?

– સંજય વિ. શાહ ‘શર્મિલ’